સેવાલીયા પોલીસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સોનીપુરા નજીક આવેલી નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે.
પોલીસે દાહોદ-ગોધરા તરફથી આવતી એક કારને શંકાના આધારે રોકી તપાસ કરતા તેમાંથી બે દેશી પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા છે.
કારમાંથી પકડાયેલા ત્રણેય આરોપીઓ જામનગરના રહેવાસી છે. તેમની ઓળખ અબ્દુલલતીફ ઓસામાણ સમા, હુશેન ગફાર ચગદા અને મહંમદસલીમ અબ્દુલકાદર લક્કડ તરીકે થઈ છે.
પોલીસે આરોપીઓ પાસેથી બે દેશી પિસ્તોલ (કિંમત ₹50,000), બે કારતુસ, ત્રણ મોબાઈલ ફોન અને કાર મળી કુલ ₹7,65,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ડીવાયએસપીના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી અબ્દુલલતીફ સમા સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે.
પ્રાથમિક તપાસમાં આ હથિયારો વેચાણ માટે લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે. સેવાલીયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.




