Gujarat

રાજકોટના બે શખ્સોએ મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી હતી, CCTVની મદદથી પકડાયા

ભચાઉમાં થયેલા ચેઈન સ્નેચિંગના કેસમાં પોલીસે બે આરોપીઓને રાજકોટથી ઝડપી પાડ્યા છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 15 એપ્રિલના રોજ બનેલી ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડ્યા છે.

આ કેસમાં રાજકોટના અરવિંદ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા (26) અને અજય ઉર્ફે અજુ સંજયભાઈ સોલંકી (21)ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે CCTVની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા. પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. આ કેસમાં હજુ બે આરોપીઓની ધરપકડ બાકી છે.

એક આરોપી લખન બચુભાઈ માલાણી હાલમાં રાજકોટની મધ્યસ્થ જેલમાં અન્ય કેસમાં બંધ છે, જ્યારે બીજો આરોપી સગીર વયનો છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 22 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ કેસની વધુ તપાસ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.