Gujarat

મહેમદાવાદ ગરનાળામાં દુર્ગંધયુક્ત પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

મહેમદાવાદ શહેરમાં આવેલ રેલવે ગરનાળામાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે.

અત્યારે વરસાદ પડતા ની સાથે જ ગરનાળામાં ગટરના ગંદા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

ત્યારે ગરનાળામાં વાહનો બંધ થવાને લઇ ધક્કા મારવાનો વારો આવ્યો છે.

મહેમદાવાદ રેલવે ગરનાળામાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનો ભરમાં જોવા મળી રહ્યો છે.

વાવાઝોડું અને વરસાદ આવતા ગરનાળામાં ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન લઈને જવું પણ મુશ્કેલ બન્યું છે.

ત્યારે ગરનાળા માંથી પસાર થતાં વાહનો માં દુર્ગંધ યુક્ત પાણી ભરાઈ જતા વાહનોને ધક્કા મારવાનો વારો આવ્યો હતો.

જોકે, આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. ત્યારે પાલિકાના અધિકારીઓ આળસ ખાઈ બેસી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે.

જોકે, આ ગરનાળામાં પહેલા પણ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી હતી. જેમાં પાલિકા દ્વારા આ ગરનાળામાં મોટર ની મદદ થી પાણી કાઢવાની પ્રક્રિયા કરવામાં આવવાની હતી.

પરંતુ આ પ્રક્રિયા ન કરવામાં આવતા હાલમાં વરસાદી વાતાવરણ વચ્ચે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.