Gujarat

ડી.એલ.એડ.માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓનું તિલક-પુષ્પથી સ્વાગત

નડિયાદની વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.

અધ્યાપન મંદિરના સ્ટાફ અને દ્વિતીય વર્ષની વિદ્યાર્થિનીઓએ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓનું સ્વાગત કર્યું હતું.

સંસ્થાના આચાર્ય ડૉ. પ્રીતિ રાઠોડના જણાવ્યા મુજબ, નવી વિદ્યાર્થિનીઓનું કુંકુ તિલક, પુષ્પ અને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું.

આ સાથે તેમને પ્રવેશોત્સવની માહિતી આપવામાં આવી. વિદ્યાર્થિનીઓને સંસ્થાના નિયમોની જાણકારી અને વાલીઓના સહયોગની સમજ પણ આપવામાં આવી.

સંસ્થાના પ્રમુખ દિનશા પટેલ, મંત્રી ભગવતીબેન પંડ્યા અને અધ્યાપકોએ નવી વિદ્યાર્થિનીઓને આશીર્વાદ આપ્યા.

ચાલુ વર્ષે રાજ્યભરમાં ડી.એલ.એડ.માં પ્રવેશ માટે વધુ અરજીઓ આવી હોવાથી મેરિટ ઊંચું રહ્યું છે.

આ સંસ્થા ગાંધી મૂલ્યોને અનુસરીને પાયાની કેળવણી સાથે જીવન ઘડતરના કાર્યક્રમો યોજે છે.