Gujarat

છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024 25ના વર્ક ઓર્ડર મંજૂરી હુકમ વિતરણ કાર્યક્રમ લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો

છોટાઉદેપુર નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયત વહીવટી તંત્રના સહયોગથી છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના કુલ 833 લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
 
કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા
વિકાસ અધિકારી પૂનમબેન ડામોર, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત આગેવાનો સરપંચો વિવિધ વિભાગના અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા. અને લાભાર્થીઓને વર્ક ઓર્ડર મંજૂરી હુકમ વિતરણ કરાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર