છોટાઉદેપુર આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ તરફથી ચૂંટણી લડવા ઉમેદવારોની આજરોજ ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઈચ્છુક ઉમેદવારોની કતારો લાગી હતી. છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના 28 સભ્યો માંટે આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાશે.
જેને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસી છે. અને આજરોજ છોટાઉદેપુર ભાજપ દ્વારા ભરતભાઈ ડાંગર જિલ્લા પ્રભારી પંચમહાલ, અસ્મિતાબેન શિરોયા પ્રદેશ સંયોજક ,અભિષેક ભાઈ મેળા મહામંત્રી પ્રદેશ એસ.ટી મોરચાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ સાથે બોડેલી તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક તાંદલજા અને નસવાડી તાલુકા પંચાયતની પાલા બેઠક માંટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર