પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ માર્ગ અકસ્માત અંગે ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જરાનવાલામાં એક પેસેન્જર બસ અને ત્રણ પૈડાવાળા વાહન વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન લોકોએ પણ શક્ય તેટલી મદદ કરી.
અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં પણ મદદ કરી હતી.
પ્રવક્તાએ કહ્યું હતું કે, બસ જરાનવાલાથી લાહોર જઈ રહી હતી ત્યારે તે એક થ્રી-વ્હીલર સાથે અથડાઈ હતી. તતાર પછી બસ રસ્તા પરથી ઉતરી ગઈ. રસ્તા પરથી ઉતરી ગયા પછી, બસ નિયંત્રણ બહાર ગઈ અને પલટી ગઈ. તેમણે જણાવ્યું, “આઠ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ૧૦ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણના મોત થયા હતા. વધુ ત્રણ ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.”
પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઈજાગ્રસ્તોને સારી તબીબી સુવિધાઓ આપવા પણ કહ્યું છે. આ અકસ્માતથી સમગ્ર પંજાબમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.