ટેરિફ મુદ્દે ચીન નો અમેરિકાને વળતો જવાબ
ચીન દ્વારા અમેરીકા વિરુદ્ધ ડબલ્યુટીઓમાં જવાની પણ તૈયારી
બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા જેમાં થી એક હતું ટેરિફ નો વધારો. કેનેડા અને મેક્સિકો પર ૨૫ ટકા તેમજ ચીન પર વધારાના ૧૦ ટકા સહિત કુલ ૨૦ ટકા ટેરિફ લાદવાના ટ્રમ્પના આદેશનો અમલ મંગળવારને ૪ માચર્થી શરૂ થઈ ગયો છે ત્યારે હવે ચીને પણ વળતો જવાબ આપવાની જાહેરાત કરી છે. ચીને મંગળવારે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર વધારાનો ૧૫ ટકા તેમજ અન્ય કેટલાક સામાન પર ૧૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે ચીને વોશિંગ્ટન સામે ડબલ્યુટીઓમાં કાયદાકીય ફરિયાદ કરવાની તૈયારી કરી લીધી છે. કેનેડા પણ અમેરિકા સામે વળતો ટેરિફ લાદવાની જાહેરાત કરી જ્યારે મેક્સિકો રવિવારે અમેરિકાની વસ્તુઓ પર ૨૫ ટકા ટેરિફ લાદશે.
ટ્રમ્પે ગયા મહિને કેનેડા, મેક્સિકો પર ૨૫-૨૫ ટકા જ્યારે ચીન પર ૧૦ ટકા ટેરિફ જ્યારે કેનેડાથી આયાત થતા ઉર્જા ઊત્પાદનો પર ૧૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જાેકે, ત્યાર પછી તેના અમલને એક મહિના માટે મુલતવી રાખ્યો હતો. પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ૪ માચર્થી પડોશી દેશો મેક્સિકો અને કેનેડા તેમજ ચીન પર લાદવામાં આવેલા ટેરિફનો અમલ શરૂ થઈ જશે.
ટ્રમ્પે લાદેલા ટેરિફનો અમલ શરૂ થવાની સાથે જ ચીને કોઈપણ સમય ગુમાવ્યા વિના અમેરિકા પર તેના ટેરિફની જાહેરાત કરી દીધી હતી. આ સાથે ચીને અમેરિકાની ૧૦ કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનના નાણામંત્રાલયે ડ્રોન ઉત્પાદક સ્કીડિઓ સહિત અમેરિકાની ૧૫ કંપનીઓ પર દંડાત્મક વેપાર ઉપાય લાગુ કર્યા છે. મંત્રાલયે કહ્યું કે, અન્ય ૧૦ અમેરિકન કંપનીઓને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં રાખવામાં આવશે. આ કંપનીઓ ચીનમાં વેપાર નહીં કરી શકે.
આ સિવાય ચીનના વાણિજ્ય મંત્રાલયે વોશિંગ્ટન વિરુદ્ધ ડબલ્યુટીએના નિયમોનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે અને ડબલ્યુટીએમાં કાયદાકીય કાયર્વાહી કરવાની તૈયારી પણ કરી છે. ચીને કહ્યું કે તે તેના કાયદાકીય અધિકારો અને હિતોનું દૃઢતાપૂર્વક રક્ષણ કરશે. ડ્રેગને ઉમેર્યું કે, અમેરિકા ચીન પર નવા ટેરિફ લાદીને પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર બંને માટે લાભદાયક છે.