નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સલાહ આપી હતી કે તેમના (ઝેલેન્સકી)
દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ રસ્તો શોધવો જાેઈએ.
નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે ઝેલેન્સકીને કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યાર સુધી યુક્રેન માટે જે કર્યું છે તેનું તેણે ખરેખર સન્માન કરવું જાેઈએ. નાટોના સેક્રેટરી જનરલ યુક્રેનને જેવલિન એન્ટિટેન્ક મિસાઇલો સપ્લાય કરવાના ૨૦૧૯ માં ટ્રમ્પ વહીવટીતંત્રના અગાઉના ર્નિણયનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેનો ઉપયોગ યુક્રેન ૨૦૨૨ના આક્રમણની પ્રથમ તરંગમાં રશિયન ટેન્કો સામે ઘાતક અસર માટે કરે છે.
તેમજ માર્ક રુટેએ કહ્યું કે મને વિશ્વાસ છે કે અમેરિકા યુક્રેનમાં કાયમી શાંતિ લાવવા માંગે છે, પરંતુ આ માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ તે જરૂરી છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અમેરિકી રાષ્ટ્રપતિ અને અમેરિકી વરિષ્ઠ નેતૃત્વ સાથે પોતાના સંબંધોને સામાન્ય બનાવે તે ખૂબ જ જરૂરી છે. રુટ્ટે જણાવ્યું હતું કે તેમને આશા છે કે યુરોપિયન નેતાઓ, જેઓ રવિવારે લંડનમાં મળવાના છે, તેઓ યુક્રેનને સુરક્ષા ગેરંટી આપીને ભાવિ શાંતિ સોદો સુરક્ષિત કરવામાં મદદ કરશે.