National

પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભત્રીજા આકાશ આનંદને તમામ પદેથી હટાવ્યાં

ઉત્તર પ્રદેશના રાજકરણમાં આવી શકે છે નવો વળાંક, પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના રાજકીય પક્ષ બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ)માં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. બસપાને બે નવા રાષ્ટ્રીય સંયોજકો મળ્યા છે. આકાશ આનંદના સ્થાને તેમના પિતા અને પાર્ટીના મહાસચિવ આનંદ કુમાર અને રાજ્યસભા સાંસદ રામજી ગૌતમને બસપાના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે.

બસપા પ્રમુખ માયાવતીએ લખનઉમાં પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં આ મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઘણા રાજ્યોના રાજ્ય પ્રમુખોએ પણ ભાગ લીધો હતો. પાર્ટીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આકાશ આનંદને બસપાના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા છે.આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને માયાવતીના ભાઈ આનંદ, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા હાજર હતા. રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમ પણ પાર્ટીની બેઠકમાં હાજર છે પરંતુ આકાશ આનંદ આ બેઠકમાં આવ્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મે મહિનામાં માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી પદ પરથી દૂર કર્યા હતા. ડિસેમ્બર ૨૦૨૩માં બસપા સુપ્રીમોએ આકાશને ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે મંગળવારે માયાવતીએ પોતાનો ર્નિણય પાછો ખેંચી લીધો.