ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં રાત્રે બે બાઇક વચ્ચે સામસામે ટક્કર થતાં પાંચ લોકોના મોત થયા હતા. બે બાઇક વચ્ચેની ટક્કર એટલી જાેરદાર હતી કે બંને બાઇક પર સવાર લોકો કૂદી પડ્યા અને ઘણા ફૂટ દૂર પડી ગયા. અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતની જાણ રાહદારીઓએ પોલીસને કરી હતી.
આ અકસ્માત બાબતે માહિતી મળતા જ કાગરોલ પોલીસ સ્ટેશન બળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયું. મૃતદેહો કબજે કરવામાં આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે એસએન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોના નિવેદન નોંધ્યા બાદ, અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે. ઘાયલોની હાલત હવે ખતરાથી બહાર છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ માર્ગ અકસ્માત બાબતે કાગરોલ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, સ્પ્લેન્ડર બાઇક પર ૪ લોકો અને બુલેટ બાઇક પર ૨ લોકો સવાર હતા. બાઇક પર સવાર ચારેય લોકો માર્યા ગયા અને બુલેટ પર સવાર એક યુવાનનું પણ મોત નીપજ્યું. સ્પ્લેન્ડરમાં સવાર ચાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આગ્રા-જાગનેર રૂટ પર ગહરરાકલાન રોડ પર સામેથી આવતી બુલેટ સાથે બાઇક અથડાઈ ગઈ. ચારેય મૃતકો રેલ્વે સ્ટેશન નજીક સૈયા ગામમાં રહેતા હતા અને ગર્મુખા ગામમાં એક લગ્ન સમારોહમાં ગયા હતા.