કેસોને ધ્યાનમાં રાખીને પુણેનું આરોગ્ય વિભાગ એલર્ટ પર
છેલ્લા ઘણા દિવસોથી ગુઇલેન-બેરે સિન્ડ્રોમનાકારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે, પુણેમાં ય્મ્જી ના ૧૦૧ કેસ નોંધાયા છે, સંક્રમિત ૧૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને એક દર્દીનું મોત પણ થયું છે. આ બીમારીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પુણેનું આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. આ કોઈ ચેપી રોગ નથી પણ એક ઓટો ઇમ્યુન રોગ છે જે લાખોમાંથી ફક્ત એક દર્દીને અસર કરે છે, પરંતુ પુણેમાં સતત વધતા કેસોથી ડોક્ટરો પણ ચિંતિત છે.
ય્મ્જી એક ઓટો ઇમ્યુન રોગ છે.
જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી શરીરના કોષો પર હુમલો કરે છે. આના કારણે દર્દીને ઘણી ગંભીર સમસ્યાઓ થવા લાગે છે. પુણેમાં જે રીતે કેસ વધી રહ્યા છે, નિષ્ણાતો શંકા કરી રહ્યા છે કે રોગ ફેલાવાનું કારણ કંઈક બીજું હોઈ શકે છે.
જાે સમયસર સારવાર કરવામાં નથી આવતી તો દર્દીને લકવો પણ થઈ શકે છે. જાે આવું થાય તો દર્દીનો જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે. ય્મ્જી ધરાવતા ૨૨ ટકા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાના પહેલા અઠવાડિયામાં શ્વાસ લેવાની મશીનની જરૂર પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં દર્દીને હાઈ બ્લડ પ્રેશર અથવા તો હાર્ટ એટેક આવવાનું જાેખમ રહેલું છે. તે જીવલેણ પણ હોઈ શકે છે
કઈ કઈ સાવચેતીઓ રાખવાની જરૂરઃ-
શરૂઆતના લક્ષણો ઓળખો : ઝણઝણાટ, અંગ સુન્ન થવા અને સ્નાયુઓની નબળાઈને અવગણવી નહીં, સંક્રમણથી બચવા માટે સ્વચ્છ પાણી પીવો, જ્યાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યાં જવાનું ટાળો, હાથ ધોઈને ભોજન લો, જાે તમને બીમારીના કોઈ લક્ષણો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરો
આ રોગ બાબતે ડૉ. જુગલ કિશોર કહે છે કે પુણે નગરપાલિકાએ ચેપગ્રસ્ત દર્દીઓના નમૂના લેવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં પ્રયોગશાળા પરીક્ષણોમાં દર્દીના નમૂનાઓમાં કેમ્પાયલોબેક્ટર જેજુની બેક્ટેરિયા મળી આવ્યા છે. કેમ્પાયલોબેક્ટર જેજુની બેક્ટેરિયા પાણીમાં પણ જાેવા મળે છે. જાે કોઈ વ્યક્તિ આ બેક્ટેરિયા ધરાવતું પાણી પીવે છે, તો આ બેક્ટેરિયા તેના શરીરમાં પ્રવેશ કરે છે. આ બેક્ટેરિયા ઉલટી અને ઝાડા જેવા લક્ષણોનું કારણ બને છે. કેટલાક કિસ્સાઓમાં તે ઝાડાનું કારણ પણ બને છે. પુણેમાં ચેપગ્રસ્ત દર્દીઓમાં તે જાેવા મળ્યું હોવાથી, એવી આશંકા છે કે આ બેક્ટેરિયા ય્મ્જીનું કારણ હોઈ શકે છે.
આનું કારણ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિને પેટના રોગનો ચેપ લાગે છે, ત્યારે તેને ય્મ્જી થવાની શક્યતા વધી જાય છે. આ જ કારણ છે કે પુણેમાં પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે. જાેકે, ચેપગ્રસ્ત દર્દીઓના નમૂના પણ દ્ગૈંફ ને મોકલવામાં આવ્યા છે. ત્યાં તપાસ કર્યા પછી જ સ્પષ્ટ થશે કે આ રોગ પાણીના કારણે ફેલાઈ રહ્યો છે કે નહીં.