દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક હ્ર્દયદ્રાવક ઘટના બની હતી, જેમાં ચાર માળની એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાઈ થઈ ગઈ છે. આ ઘટનામાં ૨૦ લોકોને કાટમાળ હેઠળ દબાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ પૂરજાેશમાં બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. ટીમે અત્યાર સુધીમાં કાટમાળ હેઠળ રેસ્ક્યૂ કરીને આઠ લોકોને બહાર કાઢ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
સાંજે સાત વાગ્યે બુરાડીના ઑસ્કર શાળા પાસે ચાર માળની ઈમારત ત્નૐઁ હાઉસ ધરાશાઈ થઈ હતી. પ્રારંભિક પુષ્ટિ મુજબ, આ બિલ્ડિંગ ૨૫૦ ગજ વિસ્તારમાં બનાવવામાં આવી રહી હતી અને તેના ચાર માળ બાંધકામ હેઠળ હતા. ધરાશાયીની ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા અને તાત્કાલિક રીતે બચાવ કામગીરી શરૂ કરી.
હાલ બચાવ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ આઠ લોકોને કાટમાળમાંથી બચાવવામાં સફળતા મળી છે. તમામ બચાવાયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક ધારાસભ્ય સંજીવ ઝાને સરકારના સંલગ્ન તંત્રને રાહત અને બચાવ કામગીરી માટે મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે અને સ્થાનિકોને પણ મદદરૂપ થવા માટે જણાવાયું છે. સાંજના સમયે થયેલી આ દુર્ઘટના તમામ તંત્રો માટે મોટો પડકાર બની છે.