National

માનવ અધિકારો પર ભારતનો પ્રતિષ્ઠિત બે અઠવાડિયાનો ઓનલાઇન ટૂંકા ગાળાનો ઇન્ટર્નશિપ કાર્યક્રમ NHRCનો પ્રારંભ

દૂર-દૂરના ક્ષેત્રો અને વિસ્તારોના વિદ્યાર્થીઓ નવી દિલ્હી આવ્યા વિના કાર્યક્રમમાં ભાગ લઈ શકશે

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ભારતે ગઈકાલે તેનો ૨-અઠવાડિયાનો ઓનલાઈન શોર્ટ ટર્મ ઇન્ટર્નશિપ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૧,૭૯૫ અરજદારોમાંથી ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ શૈક્ષણિક વિષયોના ૮૦ યુનિવર્સિટી-સ્તરના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. બે અઠવાડિયાના આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશમાં માનવ અધિકારોના પ્રમોશન અને રક્ષણની વ્યાપક સમજ પૂરી પાડવાનો છે.

NHRC ભારતના મહાસચિવ શ્રી ભરત લાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યુવાનો ભારતની સહાનુભૂતિ, કરુણા અને ન્યાયની ૫,૦૦૦ વર્ષ જૂની સભ્યતાના સિદ્ધાંતોના પ્રણેતા છે. તેમણે વિદ્યાર્થીઓને ન્યાય, સમાનતા અને ગૌરવના રાજદૂત તરીકે સેવા આપવાનો આગ્રહ કર્યો અને તેમને ભારતના બંધારણીય માળખાને સમજવા અને બધા માટે માનવ અધિકારો અને ગૌરવની હિમાયત કરવા માટે આ તકનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે વિદ્યાર્થીઓને પ્રતિભાવ કરતાં ચિંતન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જીવનના હેતુને શોધવાના સાધન તરીકે નિષ્ણાતો પાસેથી શીખવાની તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પણ આગ્રહ કર્યો હતો. તેમણે આ ઓનલાઈન કાર્યક્રમનો ઉદ્દેશ્ય પણ સમજાવ્યો. જેથી દૂર-દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓ, આ ઉપરાંત જેઓ દિલ્હી સુધી મુસાફરી કરી શકતા નથી કે રહી શકતા નથી તેઓ પણ માનવ અધિકારોના વિવિધ પાસાઓ વિશે શીખી શકે. તેમણે વિદ્યાર્થીઓને માનવ અધિકારોના રક્ષણ અને પ્રોત્સાહન માટે પોતાને તૈયાર કરવા માટે આ તકનો સંપૂર્ણ લાભ લેવા પર ભાર આપ્યો હતો.

તેમણે દેશમાં માનવ અધિકારોના વિકાસ, બંધારણીય જાેગવાઈઓ, માનવ અધિકારોના રક્ષણ અને પ્રોત્સાહનમાં સુપ્રીમ કોર્ટની ભૂમિકા, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની કામગીરી, સતાવેલા લોકોને આશ્રય આપવામાં ભારતની સભ્યતા અને સાંસ્કૃતિક પ્રકૃતિ પર પ્રકાશ પાડ્યો હતો.

NHRC, ભારતના સંયુક્ત સચિવ શ્રી સમીર કુમારે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ અને કાળજીપૂર્વક રચાયેલ અભ્યાસક્રમની ઝાંખી આપી હતી. તેમાં વ્યાખ્યાનો, ટીમ અને વ્યક્તિગત સ્પર્ધાઓ, જેમ કે ગ્રુપ રિસર્ચ, પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન, પુસ્તક સમીક્ષા, ભાષણ સ્પર્ધાઓ અને તિહાર જેલ જેવી સંસ્થાઓના વર્ચ્યુઅલ પ્રવાસોનો સમાવેશ થાય છે. જે માનવ અધિકારોની વાસ્તવિકતાઓ વિશે પ્રત્યક્ષ માહિતી પૂરી પાડે છે. લેફ્ટનન્ટ કર્નલ વીરેન્દ્ર સિંહ આ કાર્યક્રમના કોર્સ કોઓર્ડિનેટર છે.

ઓનલાઈન ટૂંકા ગાળાનો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને માનવ અધિકાર પડકારોનો સામનો કરવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતાથી સજ્જ કરવા માટે રચાયેલ છે. તાલીમાર્થીઓ આ ઇન્ટરેક્ટિવ સત્રો અને આકર્ષક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદા, ભારત માટે વિશિષ્ટ માનવ અધિકાર મુદ્દાઓ અને અસરકારક હિમાયતી વ્યૂહરચનાઓની ઊંડી સમજ મેળવશે.