National

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની સાથે હિમવર્ષા

દેશના અલગ અલગ રાજ્યોમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટ ચાલુ રહવાની શક્યતાઓઃ હવામાન વિભાગ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશના ચંબા અને કુલ્લુમાં છેલ્લા ૪૮ કલાકમાં હળવી હિમવર્ષા થયા બાદ હવામાન વિભાગે ૨૪ કલાક માટે હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. તેથી પોલીસે સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં હિમવર્ષા અને વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરને કારણે રાજ્યના રસ્તાઓ હજુ પણ બંધ છે. હિમાચલ બોર્ડની પરીક્ષાઓ પણ શનિવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ હવામાનની અસર ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં જાેવા મળશે, પરંતુ રાજસ્થાનમાં આગામી ૩ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે. કોંકણ-ગોવા અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમી રહેશે.

આવનાર ૨૪ કલાક માટે દિલ્હી-એનસીઆરમાં, મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રીની આસપાસ રહી શકે છે. ૫ માર્ચે ભારે પવન ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. આ પછી તાપમાન ફરી વધવાની ધારણા છે. દિલ્હીનો છઊૈં ૧૨૪ હતો, જે ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ રાત્રે સામાન્ય ઠંડી રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી વરસાદની કોઈ શક્યતા નથી. જાેકે,૫ અને ૬ માર્ચે ૨૦ થી ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ૩ અને ૪ માર્ચે હવામાન સ્વચ્છ રહેશે. ૫ માર્ચે પણ હવામાન શુષ્ક રહેશે. લખનૌ હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન તેજસ્વી સૂર્યપ્રકાશ અને રાત્રે તાપમાનમાં ઘટાડો થવાનું વલણ આ અઠવાડિયાના ગુરુવાર સુધી ચાલુ રહેશે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીથી આંશિક રાહત મળશે. ઉત્તર ભારતમાં હાલમાં ચાલી રહેલી હિમવર્ષા અને બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, જેની અસર ગુજરાતમાં પણ દેખાશે. રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

રાજસ્થાનમાં પણ હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. ક્યારેક તડકો હોય છે તો ક્યારેક વાદળછાયું હોય છે. શિયાળા પછી વરસાદ અને કરા પડ્યા છે. છેલ્લા ચાર દિવસથી આવું જ વાતાવરણ રહ્યું છે. ૨૮ ફેબ્રુઆરી અને ૧ માચર્ના રોજ ઘણા જિલ્લાઓમાં વરસાદ અને કરા પડ્યા હતા. ૨ માચર્ના રોજ દિવસ દરમિયાન હવામાન સ્વચ્છ રહ્યું.

જયપુરના હવામાન કેન્દ્ર અનુસાર, ૫ માર્ચે ઉત્તરીય પવનોને કારણે, રાજસ્થાનના લગભગ તમામ જિલ્લાઓમાં તાપમાન ૨ થી ૪ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. બિકાનેર વિભાગ અને શેખાવતી ક્ષેત્રમાં લઘુત્તમ તાપમાન ૮ થી ૧૦ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૨ થી ૨૪ ડિગ્રી વચ્ચે રહી શકે છે. ૭ માર્ચ પછી, આગામી એક અઠવાડિયા સુધી હવામાન સ્વચ્છ રહેશે અને તાપમાન વધશે.