કેન્દ્ર સરકારના ડેટા પ્રોટેક્શન બિલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા શાબ્દિક પ્રહાર
બજેટ સત્રના બીજા તબક્કામાં ડેટા પ્રોટેક્શન બિલ લાવી રહી છે. આ બહુપ્રતિક્ષિત બિલ છેલ્લા એક વષર્થી પેન્ડિંગ છે. હવે તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કેન્દ્ર સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ડેટા સુરક્ષાના નામે માહિતી અધિકાર કાયદા એટલે કે RTI ને નબળું પાડવાનું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માહિતી અધિકાર કાયદાને નબળો પડવા દેશે નહીં અને આવા પ્રયાસો સામે સંસદથી લઈને શેરીઓ સુધી અવાજ ઉઠાવતી રહેશે.
વધુમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, એક તરફ Misinformation અને Disinformation માં ભારત છેલ્લા કેટલાક વષોર્થી ટોચ પર આવી ગયુ છે, બીજી તરફ, મોદી સરકાર ડેટા પ્રોટેક્શન કાયદો લાવીને કોંગ્રેસ-ેંઁછ દ્વારા લાગુ કરાયેલ માહિતી અધિકાર (RTI) કાયદાને નબળો પાડવા માટે તત્પર છે. હવે મોદી સરકાર ડેટા પ્રોટેક્શનના નામે RTI એક્ટને નબળી બનાવી રહી છે, જેના કારણે હવે આવા નામ સાર્વજનિક નહીં થાય. રાઈટ ટુ પ્રાઈવસી એ મૂળભૂત અધિકાર છે અને કોંગ્રેસે તેના માટે લડાઈ લડી છે, પરંતુ જ્યાં લોક કલ્યાણની વાત આવે છે ત્યાં માહિતીનો અધિકાર જરૂરી બની જાય છે. કોંગ્રેસની આરટીઆઈમાં પણ રાઈટ ટુ પ્રાઈવસીને ધ્યાનમાં રાખવામાં આવી હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે લાભાથીઆર્ેની યાદી કે કૌભાંડ કરનારાઓના નામ જાહેર ન કરવામાં આવે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “પછી ભલે તે જાહેર ક્ષેત્રની માહિતી હોય, જેમ કે રેશનકાર્ડની યાદી, મનરેગાના લાભાર્થી મજૂરો, જન કલ્યાણ યોજનાઓમાં સામેલ લોકોના નામ, ચૂંટણીમાં મતદાર યાદી કે પછી સરકારી બેંકોમાંથી લોન લઈને વિદેશ ભાગી ગયેલા કૌભાંડી અબજાેપતિઓના નામ – જનતા માટે આ બધાના નામ જાહેરમાં હોવા જરૂરી છે, પરંતુ હવે મોદી સરકાર ડેટા સુરક્ષાના નામે RTIને નબળી બનાવી રહી છે, જેના કારણે આવા નામ હવે જાહેર કરવામાં આવશે નહીં.”
ગોપનીયતાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે અને કોંગ્રેસે તેના માટે લડત ચલાવી છે, પરંતુ જ્યાં જાહેર કલ્યાણની વાત આવે છે, ત્યાં RTI જરૂરી છે. કોંગ્રેસ દ્વારા RTI માં ગોપનીયતાના અધિકારનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું, પરંતુ આનો અર્થ એ નથી કે લાભાથીઆર્ેની યાદી અથવા કૌભાંડીઓના નામ જાહેર ન કરવા જાેઈએ. કોંગ્રેસ પાર્ટી RTI ને નબળી પડવા દેશે નહીં, અમે પહેલા પણ તેના માટે અવાજ ઉઠાવ્યો છે, અને રસ્તાથી સંસદ સુધી અમારો અવાજ ઉઠાવતા રહીશું. અમે લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે આ સરમુખત્યારશાહી સરકાર સામે લડતા રહીશું!”