જન સેના પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો દીકરો માર્ક શંકર સિંગાપોરમાં એક સ્કૂલમાં આગ લાગવાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને સિંગાપોરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જાે કે, ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ પવન કલ્યાણ તો હાલ આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામ રાજુના જિલ્લાની મુલાકાતે છે. તેમણે પોતાના નક્કી કરેલા કાર્યક્રમોને પૂર્ણ કર્યા બાદ સિંગાપોર જવાનો ર્નિણય લીધો છે.
જનસેવા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘પવન કલ્યાણે કાલે અરાકૂ પાસે કુરિડી ગામના આદિવાસીઓને મળવાનું વચન આપ્યું હતું. પહેલાં તે ત્યાં જઈને તેમને મળીને તેમની સમસ્યા વિશે સાંભળશે.‘ પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક વિકાસ યોજના શરૂ કરવાની છે. તેથી તે મુલાકાત ખતમ કર્યા બાદ સિંગાપોર જશે.
જન સેવા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવવામાં આવ્યું કે, શંકરને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોની ટીમની સારવાર કરવામાં આવી રહી છે. સારી વાત એ છે કે, હાલ તેની સ્થિતિ સ્થિર છે. જણાવી દઈએ કે, માર્ક શંકરનો જન્મ ૧૦ ઓક્ટોબર, ૨૦૧૭ માં થયો હતો. તે ફક્ત ૮ વર્ષનો છે અને સિંગાપોરમાં અભ્યાસ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો શંકર જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.