National

દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને સુપ્રીમ કોર્ટે કસ્ટડી પેરોલ આપી

આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર અને દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને કસ્ટડી પેરોલ આપી દીધી છે. તેમને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પેરોલ આપવામાં આવ્યો છે.

કોર્ટે તાહિર હુસૈનને જેલના નિયમો અનુસાર દિવસમાં ૧૨ કલાક માટે કસ્ટડી પેરોલ આપ્યો છે. આ કસ્ટડી પેરોલ ૨૯ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી આપવામાં આવી છે. તેને ઘરે જવા દેવામાં આવ્યો નથી.

તાહિર હુસૈને તેની કસ્ટડી પેરોલનો ખર્ચ પોતે ઉઠાવવો પડશે. તેઓએ બે દિવસમાં અંદાજે ૨ લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. આ રકમ તેમની સાથે તૈનાત સ્ટાફ અને જેલ વાન પર વાપરવામાં આવશે. તેમને પાર્ટી ઓફિસમાં જવાની અને તેમના મતવિસ્તારમાં મીટિંગમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ તેઓ ઘરે જઈ શકશે નહીં. ઉપરાંત, તે કોર્ટમાં પેન્ડિંગ કેસ અંગે કોઈ નિવેદન આપશે નહીં.

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (છૈંસ્ૈંસ્) એ તાહિર હુસૈનને દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મુસ્તફાબાદ સીટથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી, જેમાં ૫૩ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

તાહિર હુસૈન દિલ્હી રમખાણો દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારી અંકિત શર્માની હત્યા સાથે જાેડાયેલા કેસમાં આરોપી છે. રવિન્દર કુમારે ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ દયાલપુર પોલીસ સ્ટેશનમાં તેમના પુત્ર અંકિત શર્માના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અંકિતનો મૃતદેહ રમખાણગ્રસ્ત વિસ્તારમાં ખજુરી ખાસ નાળામાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર ઈજાના ૫૧ નિશાન જાેવા મળ્યા હતા.