National

પ્રદર્શન ભારત સરકારની ઉદ્યોગસાહસિકતા પરની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી પ્રદાન કરી રહ્યું છે

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ ખાતે ભારત સરકારની પહેલો દ્વારા ‘વિવિધતામાં એકતા’ પર પ્રકાશ પાડતું ડિજિટલ પ્રદર્શન ભારે ભીડને આકર્ષી રહ્યું છે.
(વિવિધતામાં એકતા) વાક્ય ભારત સરકાર દ્વારા ‘એક રાષ્ટ્ર, એક કર’, ‘એક રાષ્ટ્ર, એક પાવર ગ્રીડ’ અને ‘એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ’ વગેરે જેવી પહેલો દ્વારા સાકાર કરવામાં આવી રહ્યું છે.

પ્રયાગરાજના મહાકુંભમાં ત્રિવેણી માર્ગ પર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપિત ડિજિટલ પ્રદર્શનના મુલાકાતીઓને દેશની એકતાને મજબૂત બનાવતી આ પહેલો વિશે માહિતી આપવામાં આવી રહી છે. એકતાનો સંદેશ આપતી તસવીરમાં રાષ્ટ્રીય એકતાના પ્રતીક સરદાર પટેલની પ્રતિમા પણ છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થતાં, ‘એક રાષ્ટ્ર, એક બંધારણ’ ની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને ‘એક રાષ્ટ્ર, એક નાગરિક સંહિતા’ તરફના પ્રયાસો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં વેગ આપી રહ્યા છે, જે પ્રદર્શનમાં આકર્ષક સ્વરૂપમાં પણ રજૂ કરવામાં આવ્યું છે.

જન કલ્યાણકારી કાર્યક્રમો, નીતિઓ અને ભારત સરકારની સિદ્ધિઓ પર આધારિત આ પ્રદર્શન ઉદ્યોગસાહસિકતા અને સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પર ભાર મૂકે છે, જે મુદ્રા યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમઇજીપી અને ક્રેડિટ ગેરંટી ફંડ યોજના જેવી વિવિધ યોજનાઓ દ્વારા સાકાર થઈ રહી છે.

૧૩ જાન્યુઆરીથી પ્રદર્શન શરૂ થયું ત્યારથી, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે, ઓડિયો-વિઝ્‌યુઅલ માધ્યમો દ્વારા વિકાસ અને વારસા વિશે માહિતી મેળવી છે. વિવિધ સરકારી યોજનાઓ દર્શાવતી એલઇડી દિવાલ પર પ્રદર્શિત દસ્તાવેજી ફિલ્મો મુલાકાતીઓને આકર્ષી રહી છે, જેની સાથે તેઓ સેલ્ફી પણ લઈ રહ્યા છે.