મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ જયશંકરના સુરક્ષા કવચને અપગ્રેડ કર્યું છે. આ વધારાના ભાગ રૂપે, દેશવ્યાપી મુસાફરી દરમિયાન તેમની સુરક્ષા વધારવા માટે તેમના કાફલામાં એક વધારાનું બુલેટપ્રૂફ વાહન ઉમેરવામાં આવ્યું છે. હાલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તરફથી ‘Z‘ શ્રેણીની સુરક્ષા મેળવતા જયશંકરને મહત્તમ સલામતી સુનિશ્ચિત કરવા માટે આ મજબૂત કાફલા વ્યવસ્થાનો લાભ મળશે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ધમકી મૂલ્યાંકનને પગલે આ ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં ટોચના સરકારી અધિકારીઓ, ખાસ કરીને વિદેશ નીતિમાં મુખ્ય ભૂમિકા ભજવતા અધિકારીઓની આસપાસ વધુ સતર્કતા રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં, જયશંકરની સુરક્ષા સ્તર ‘રૂ‘ થી વધારીને ‘ઢ‘ શ્રેણી કરવામાં આવી હતી. CRPF એ દિલ્હી પોલીસ પાસેથી જયશંકરની સુરક્ષાનો હવાલો સંભાળી લીધો હતો. ૭૦ વર્ષીય જયશંકરને હાલમાં ઝ્રઇઁહ્લ કર્મચારીઓની સશસ્ત્ર ટીમ દ્વારા ચોવીસ કલાક Z-શ્રેણી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેમાં દેશભરમાં તેમના પ્રવાસ અને રોકાણ દરમિયાન એક ડઝનથી વધુ સશસ્ત્ર કમાન્ડોનો સમાવેશ થાય છે.
CRPF હાલમાં ૨૧૦ જેટલા સુરક્ષા કવચીઓને VIPસુરક્ષા કવચ પૂરું પાડી રહ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, દલાઈ લામા અને કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે. ૨૨ એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પર ભારત દ્વારા નિર્ણાયક લશ્કરી પ્રતિક્રિયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ ઈછસ્ માટે સુરક્ષા વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
ભારતમાં, વ્યક્તિઓને કયા સ્તરનું જાેખમ છે તેના આધારે સુરક્ષા કવચ આપવામાં આવે છે. તે પ્રધાનમંત્રીઓ, રાષ્ટ્રપતિઓ, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અમલદારો, ભૂતપૂર્વ અધિકારીઓ, ન્યાયાધીશો, સેલિબ્રિટીઓ, ધાર્મિક નેતાઓ અને ક્યારેક સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે છે.
Z+ (ઉચ્ચતમ સ્તર)
Z
Y+
Y
X