બુધવારે લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ સુધારા બિલ ૨૦૨૪ને વિચારણા અને પસાર માટે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે સંસદીય કાર્યમંત્રીી કિરણ રિજિજૂ દ્વારા રજૂ કરવામાં આવ્યું..બિલ રજૂ થતા પહેલા કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસનું કહેવુ છે કે બિલની કોપી અમને મોડી મળી. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો કે અમારી સમિતિ ચર્ચા કરે છે તેના આધારે ર્નિણય કરે છે. જેપીસીએ બિલ પર વિચાર વિમર્શ કર્યા. જેપીસીમાં વિપક્ષના લોકો પણ સામેલ હતા.
વક્ફ બિલને લઇને લોકસભામાં હંગામો થયો. આ અંગે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે વક્ફ સંશોધન બિલ કોઇ ધર્મ વિરોધી નથી. સરકાર કોઇ હસ્તક્ષેપ નથી કરી રહી. સાથે જ કહ્યું કે આ બિલ કોઇ ધાર્મિક વ્યવસ્થામાં હસ્તક્ષેપ નથી કરી રહી. બિલનો ધાર્મિક સ્થળની વ્યવસ્થા સાથે લેવાદેવા નથી. વક્ફ બોર્ડ કાયદાની અંડરમાં રહેશે.
આ બાબતે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે કોઇ પણ બિલ પર આટલી લાંબી ચર્ચા ક્યારેય થઇ નથી. કાયદાકીય જાણકારો પાસેથી પણ મંતવ્યો મેળવ્યા છે. ૯૭ લાખથી વધારે મંતવ્યો સરકારે જાેયા. જ્યારે બિલ બન્યુ ત્યારે કોઇને ગેરબંધારણીય લાગ્યુ નહી હવે જ્યારે તેમાં સુધારો કરી રહ્યા છીએ તો હવે કેમ આ બિલને ગેરબંધારણીય ગણાવો છો. એવી વાતો કેમ ફેલાવો છો. કેમ લોકોને ગુમરાહ કરો છો કે જેને આ બિલ સાથે કોઇ લેવાદેવા જ નથી.
આ બિલ લાવવાની જરૂર કેમ પડી તે વિશે જણાવ્યુ કે ૨૦૧૪માં ચૂંટણીમાં ગયા. તે પહેલા ૨૦૧૩માં કેટલાક પગલા એવા ભરવામાં આવ્યા કે જે જાણીને એમ થાય કે આવા પગલા કેમ ભરવામાં આવ્યા. ૨૦૧૩માં દેશમાં કોઇ વ્યક્તિ વક્ફ બનાવી શકે છે. જે મુસલમાનનો અલ્લાહ પ્રત્યે ધાર્મિક ટ્રસ્ટ તૈયાર કરવામાં આવે છે. શિયા બોર્ડ શિયા અને સુન્નીમાં સુન્ની જ લોકો રહેશે તેવુ પ્રાવધાન કરવામાં આવ્યું છે. ત્રીજુ, સેક્શન ૧૦૮માં લખવામાં આવ્યુ કે વક્ફ બોર્ડનું પ્રાવધાન છે જે હાલના કાયદા કરતા પણ ઉપર રહેશે. આવો કાયદો બનાવવામાં આવ્યો છે. તો હું તમને પૂછવા માગુછું કે કાયદાથી ઉપર કેવી રીતે ચાલી શકે.