IPL 2025 ની ફાઇનલ અને ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. લીગની ફાઈનલ ૩ જૂને રમાશે. એક દિવસ પહેલા, BCCIએ IPLના બાકીના 13 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. પરંતુ પ્લેઓફ સ્થળો નક્કી થયા ન હતા.
ક્રિકબઝના અહેવાલ મુજબ, અમદાવાદને 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 અને 3 જૂને રમાનારી ફાઈનલ મેચનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. પ્લેઓફ સ્થળો જાહેર ન કરવાનું એકમાત્ર કારણ હવામાન છે.
બોર્ડ શેડ્યૂલ અંતિમ સ્વરૂપ આપતા પહેલા દેશભરમાં ચોમાસાની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી રહ્યું છે. હવામાન વિભાગના મતે, જૂનની શરૂઆતમાં અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી.
પાકિસ્તાન સાથેના તણાવને કારણે, 9 મેના રોજ IPL સ્થગિત કરવી પડી. BCCIએ ટુર્નામેન્ટ મુલતવી રાખતા કહ્યું હતું કે દેશ હાલમાં યુદ્ધની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યોગ્ય નથી.