આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કઈંક નવું જાેવા મળ્યુ; ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ્-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં આ અનોખું પરાક્રમ થયું છે. હર્ષિત રાણાએ ્-૨૦ ઇન્ટરનેશનલમાં શિવમ દુબેની જગ્યાએ કન્સશન સબસ્ટિટ્યૂટ તરીકે ડેબ્યૂ કર્યું હતું. હર્ષિત પુણે આવ્યો અને સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું. ચાર ઓવરના સ્પેલમાં હર્ષિતે મેચની આખી વાર્તા બદલી નાખી.
ભારતીય ટીમની ૧૯મી ઓવરમાં એક બોલ શિવમ દુબેના માથા પર વાગ્યો. દુબેએ બેટિંગ પૂરી કરી, પરંતુ મેદાનમાં પ્રવેશ કર્યો નહીં. શિવમની જગ્યાએ હર્ષિત રાણા કન્સશન સબસ્ટિટ્યુટ તરીકે મેદાનમાં આવ્યો હતો. કેપ્ટન સૂર્યકુમારે ઇનિંગની ૧૨મી ઓવર હર્ષિતને આપી. હર્ષિતે આવતાની સાથે જ પોતાનો જાદુ ફેલાવી દીધો અને બીજા જ બોલ પર લિયામ લિવિંગ્સ્ટનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. લિવિંગ્સ્ટનની આ વિકેટ ખૂબ જ મહત્વપૂર્ણ સમયે ટીમના હાથમાં ભારે પડી. આગળની ઓવરમાં, હર્ષિતને હેરી બ્રુકે પછાડ્યો અને ઓવરમાં ૧૮ રન બનાવ્યા.
હર્ષિતે તેની ત્રીજી ઓવરમાં પુનરાગમન કર્યું અને ઇનિંગની ૧૬મી ઓવરમાં માત્ર ૪ રન આપ્યા અને જેકબ બેથલને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ પછી કેપ્ટને હર્ષિત પર વિશ્વાસ બતાવ્યો અને તેને ૧૯મી ઓવર બોલિંગ કરવાની જવાબદારી સોંપી. હર્ષિત ફરીથી કેપ્ટનના વિશ્વાસ પર ખરા ઉતર્યો અને ઈંગ્લેન્ડની છેલ્લી આશા જણાતા જેમી ઓવરટનને આઉટ કરીને ટીમ ઈન્ડિયાની જીત પર મહોર મારી. ચાર ઓવરના સ્પેલમાં હર્ષિતે ૩૩ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.
હર્ષિત રાણા ્-૨૦ ઇન્ટરનેશનલમાં કન્સશન સબસ્ટિટ્યૂટ તરીકે ડેબ્યૂ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. હર્ષિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કન્સશન વિકલ્પ તરીકે ડેબ્યૂ કરનાર સાતમો ખેલાડી બન્યો છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હર્ષિતના પ્રદર્શનથી ઘણા ખુશ દેખાતા હતા. ચોથી ્-૨૦ ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ૧૫ રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં ૩-૧ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે.