Entertainment

દિલજીત દોસાંઝે ઓરા ઈન્ડિયા ટૂર ૨૦૨૬ની જાહેરાત કરી

પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંજે તેમના ‘ઓરા વર્લ્ડ ટૂર‘ ના ભારતીય તબક્કાની જાહેરાત કરી છે. ‘ઓરા ઈન્ડિયા ટૂર ૨૦૨૬‘ દેશભરના સાત શહેરોમાં યોજાશે; આ ટૂર ૧ નવેમ્બરે દિલ્હી-દ્ગઝ્રઇમાં શરૂ થશે અને ૫ ડિસેમ્બરે લખનૌમાં સમાપ્ત થશે. ગાયકે રવિવારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી.

દુનિયાભરના જાણીતા સ્થળોએ આંતરરાષ્ટ્રીય શોની શ્રેણી પૂર્ણ કર્યા પછી દિલજીત તેમની ‘ઓરા ટૂર‘ ભારત લાવી રહ્યા છે.

દિલજીત દોસાંજ ઓરા ઈન્ડિયા ટૂર ૨૦૨૬: શહેર-વાર તારીખો અને સ્થળો

આ ટૂર દરમિયાન દિલજીત દિલ્હી-દ્ગઝ્રઇ, ઈન્દોર, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, ચંદીગઢ અને લખનૌની મુલાકાત લેશે. જાેકે, ચંદીગઢ માટે તારીખ અને સ્થળની જાહેરાત થવાની બાકી છે. અહીં તારીખો અને સ્થળો સહિતનું સંપૂર્ણ શહેર-વાર સમયપત્રક આપેલું છે:-