Gujarat

અમદાવાદથી બિહારના છપરા વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

તહેવારોની સિઝનમાં મુસાફરોની ભીડ અને વધારાના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાાર્થે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 14 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદથી બિહારના છપરા વચ્ચે વિશેષ ભાડા સાથેની વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન વ્યવહારને સુચારુ રાખવા અને મુસાફરોને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે રેલવે પ્રશાસન દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ટ્રેનનો સમય અને રૂટની વિગતો

  • ટ્રેન નંબર: 09449 (અમદાવાદ-છપરા વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ)
  • પ્રસ્થાન તારીખ અને સમય: 14 નવેમ્બર 2026 (શનિવાર)ના રોજ રાત્રે 01:00 કલાકે અમદાવાદથી રવાના થશે.
  • આગમન સમય: બીજા દિવસે, એટલે કે રવિવારે બપોરે 14:10 કલાકે છપરા સ્ટેશન પહોંચશે.
  • કોચની સુવિધા: આ ટ્રેનમાં મુસાફરોની સગવડ માટે સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.

મુખ્ય સ્ટોપેજ સ્ટેશનો

  • છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા
  • રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર
  • ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગરા
  • ટૂંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ
  • જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર
  • ગાજીપુર સિટી અને બલિયા સ્ટેશન