Gujarat

અમદાવાદમાં પત્નીના આડાસંબંધનો ભાંડો ફોડવા ડોકટર પતિએ જાસૂસની મદદ લીધી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા એક ડોકટરના પત્નીના લગ્નેતર સંબંધનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીનું વર્તન બદલાઈ જતા ડોકટર પતિને શંકા પડી હતી. જેથી પત્ની પર દેખરેખ રાખવા પતિએ રૂપિયા 80 હજારની ફી ચૂકવી જાસૂસની મદદ લીધી. જાસૂસે થોડા જ સમયમાં પત્ની અને તેના પ્રેમીની તસવીરો મેળવી ડોકટરને આપતા મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો. ડોકટર પતિ ઘરમાં પૂરતો સમય ન આપતો હોવાનો આક્ષેપ કરાયો અને જે ફોટોગ્રાફ છે તે AIથી બનાવ્યા હોવાનો દાવો કરાયો.

પત્નીની ગતિવિધિ પર દેખરેખ રાખવા ડોકટર પતિએ જાસૂસની મદદ લીધી અમદાવાદમાં રહેતા ડો. રાકેશ (નામ બદલાવ્યું છે)ના પત્ની તરુણા (નામ બદલાવ્યું છે)નું છેલ્લા કેટલાક સમયથી વર્તન બદલાયું હતું. જેના કારણે ડો. રાકેશને પત્ની પર શંકા પડી હતી. જ્યારે પત્નીનો મોબાઈલ ચેક કરતો ત્યારે સોશિયલ મીડિયાની કોઈ હિસ્ટ્રી મળતી નહીં.

શંકાના સમાધાન માટે રૂપિયા 80 હજારની ફી ચૂકવી જાસૂસની મદદ લીધી ડો. રાકેશે પોતાની શંકાના સમાધાન માટે ઘરની બહાર જતી પત્ની પર દેખરેખ રાખવા માટે રૂપિયા 80 હજારની ફી ચૂકવી ખાનગી જાસૂસની મદદ લીધી. જાસૂસે જ્યારે તપાસ કરી અને પુરાવા મેળવ્યા તો ડોકટરની જે શંકા હતી તે સાચી પડી. તરુણા જ્યારે તેના પ્રેમીને મળવા એક કાફેમાં ગઈ ત્યારે જાસૂસ દ્વારા તેના ફોટો પાડી લેવામાં આવ્યા અને ડો. રાકેશને પહોંચાડી દેવાયા.