Gujarat

ગારિયાધારના બજારમાં એક્ટિવામાં સાપ દેખાતા અફરાતફરી

ગારિયાધારના મુખ્ય બજાર વિસ્તારમાં એક એક્ટિવા વાહનમાં અચાનક સાપ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એક્ટિવામાં સાપ હોવાની જાણ થતાં જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ ઘટનાને કારણે બજારમાં થોડા સમય માટે કુતૂહલનો માહોલ સર્જાયો હતો. બાદમાં એક વ્યક્તિએ સાવચેતીપૂર્વક સાપને એક્ટિવામાંથી બહાર કાઢ્યો અને તેને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ત્યારબાદ સાપને સુરક્ષિત સ્થળે લઈ જઈ કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો. સાપને સુરક્ષિત રીતે છોડવામાં આવતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.