ભાવનગર શહેરના ચિત્રા-સિદસર રોડ પર રહેતા રેલવે કર્મચારી તેના પરિવાર સાથે સોમનાથ, જૂનાગઢ સહિતના સ્થળે ફરવા ગયા હતા. તે સમયે અજાણ્યા શખસોએ તેમના મકાનના તાળા તોડી તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રૂ.20 હજાર મળી 1,96,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેના પગલે રેલવે કર્મચારીએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રેલવે કર્મચારીના ઘરમાં ચોરી ચિત્રા સિદસર રોડ પર હાટકેશ પાર્ક-2માં રહેતા અને રેલવે, ડિઆરએમ ઓફિસમાં ચીફ સ્ટાફ એન્ડ વેલફેર ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયપાલસિંગ દાતારામ બનોદાએ બોરતળાવ પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરીયાદ નોંધાવી હતી કે, 12 સપ્ટેમ્બરે વહેલી સવારે તેઓ પરિવાર સાથે ફરવા ગયા અને 14 સપ્ટેમ્બરે પરત ફર્યા હતા. તે દરમિયાન મકાનમાંથી સોનાની ચેન, સોનાની બે બંગડી, સોનાની બે અંગુઠી, ચાંદીના ત્રણ જોડ છડા, સોનાની કાનની બુટી, તેમજ રોકડ રૂ. 20 હજારની ચોરી થઈ હતી.

