Gujarat

વડોદરામાં SGFI 70મી જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધા

વડોદરાના સાધુ વાસવાણી વિદ્યામંદિર ખાતે SGFIની 70મી વાર્ષિક જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધાનું 10 અને 11 ઓગસ્ટ, 2026ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.

એરપોર્ટ રોડ પર આવેલી સાધુ વાસવાણી વિદ્યામંદિરમાં યોજાયેલી આ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 ભાઈઓ તથા બહેનોના વિભાગમાં વડોદરા શહેરની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

ખેલાડીઓએ ચેસની કુશળતા, બુદ્ધિચાતુર્ય, ધીરજ અને વ્યૂહરચનાનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, એકાગ્રતા, નિર્ણયક્ષમતા અને રમતગમતની ભાવના વિકસે તે હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

આ સ્પર્ધાના આધારે આગામી કક્ષા માટે પસંદગી પામેલા ખેલાડીઓમાં અંડર-19 બહેનોમાં પટેલ પૂર્વા, કરમુર રિદ્ધિ, રાઠવા લીલાનો સમાવેશ થાય છે. અંડર-17 બહેનોમાં ચૌહાણ દીયા, શાહ વિધિ, શાહ પ્રિયાંશી, મંડેલા કેશવી, ચીલવેરી કીર્તિકાની પસંદગી થઈ છે. જ્યારે અંડર-14 બહેનોમાં ઘોષ માધવી, પાટણકર અર્પિતા, ગદા થીયા, શાહ પ્રિશા, જયસ્વાલ આનિયાને સ્થાન મળ્યું છે.

ભાઈઓના વિભાગમાં અંડર-19માં મહેશ્વરી અહાન, ચૌહાણ કૌશિક, ચૌહાણ પાર્થ, જોષી હેત, ચૌહાણ સુનિલની પસંદગી કરાઈ છે. અંડર-17માં ત્રિવેદી ધ્વનિત, જૈન આરવ, સાતા નવાન, ગોંડલીયા જીયાન, સાના આદિત્યનો સમાવેશ થાય છે. અંડર-14 ભાઈઓમાં ઉકાની મંશ, પટેલ આદિત્ય, કાપડિયા હર્ષિવ, દેશપાંડે પુરવ, ઠક્કર અર્જુનની પસંદગી થઈ છે.