વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવક ભરુડીયા ગામમાં એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગામના સરપંચ, આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. સૌની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.

ત્યારબાદ ગણપતિ દાદાની મહાઆરતી કરવામાં આવી. હાજર રહેલા સૌ લોકોએ વડાપ્રધાન મોદીના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને દેશસેવામાં સતત યોગદાન માટે પ્રાર્થના કરી.

