Gujarat

સમર્પણ પાસે કુંડમાં 362, રણજીતસાગર રોડ કુંડમાં 85 મૂર્તિઓને વિદાય‎

જામનગરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે મહાપાલિકા દ્વારા નિર્મિત જુદા જુદા વિસર્જન કુંડમાં ગુરૂવારે સાંજે છ વાગ્યા સુધીમાં વધુ 51 મૂર્તિઓ સહિત અત્યાર સુધીમાં ગણેશજીની 447 મૂર્તિઓનુ ભાવિકો-મંડળો દ્વારા ભાવસભર વિસર્જન કરવામાં આવ્યુ છે.

શહેરમાં ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘેર, વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે મપાલિકા દ્વારા નિર્ધારિત બંને કુંડ ખાતે લાવવામાં આવી રહી છે. જયા મનપા તંત્ર દ્વારા મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી રહી છે.

મનપા તંત્ર દ્વારા જણાવાયા મુજબ શહેરના ખંભાળિયા બાયપાસ પાસે આવેલા વિસર્જન કુંડ-1માં ગુરૂવારે સાંજે છ વાગ્યા સુધીમાં વધુ 37 ગણેશજીની મૂર્તિઓનુ વિસર્જન કરાયુ હતુ.જયા પ્રથમ ત્રણ દિવસ દરમિયાન 325 મૂતિર્ઓનુ વિસર્જન કરાયુ હતુ.

જયારે રણજીતસાગર રોડ (સરદાર રિવેરા) વિસર્જન કુંડમાં પણ વધુ 17 મૂર્તિઓ સાથે ગુરૂવાર સાંજ સુધીમાં ગણેશજીની 85 મૂર્તિઓનુ ભાવસભર વિસર્જન કરાયુ હતુ.શહેરમાં જુદા જુદા બે કુંડમાં ગુરૂવાર સાંજ સુધીમાં ગણેશજીની કુલ 447 મૂર્તિઓનુ વિસર્જન કરાયુ હતુ.