Gujarat

ધોળકાના પિતા-પુત્રની વેપારી સાથે ₹13.29 લાખની છેતરપિંડી

ધોળકાના ઠગ જવેલર્સ પિતા-પુત્રે માણેકચોકના વેપારી પાસેથી ₹ 13.29 લાખની સોનાની બંગડીઓ ખરીદી રૂપિયા ન ચૂકવી ઠગાઈ આચરી છે. વેપારીએ ઉઘરાણી માટે ફોન કર્યો હતો જે બંધ આવતા તપાસ કરી તો અન્ય વેપારી સાથે પણ આ પ્રકારે ઠગાઈ આચરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વેપારીએ બંને ઠગ સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સોનાની બંગડી ખરીદી કરી પૈસા ન ચૂકવ્યા નવા વાડજમાં રહેતા પરેશકુમાર સોની માણેકચોકમાં જવેલર્સની દુકાન ધરાવે છે. જેમાં તેઓ ધોળકાના હરિ જવેલર્સના માલિક ઘનશ્યામ સોની અને તેના પુત્ર યશ સોની સાથે 5 વર્ષથી દાગીનાના વ્યવસ્થા સાથે જોડાયેલા છે.

જેમાં પિતા પુત્રે ₹ 13.29 લાખની 115.280 ગ્રામ સોનાની બંગડીઓ ખરીદી કરી હતી. જેનું પેમેન્ટ 30 દિવસમાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ રૂપિયા આપતા ન હતા. જ્યારે બંનેને ફોન કરતા બંધ આવતા હતા.

વેપારીની ખાડિયા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સામે ફરિયાદ બાદમાં પરેશકુમારે તપાસ કરતા બને ઠગ પિતા-પુત્ર અન્ય ઘણા વેપારીઓ પાસેથી પણ સોનાનો માલસામાન લઈ રૂપિયા ન ચૂકવી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું હતું. તેમજ બંને સામે ધોળકા રુલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પરેશકુમારે પિતા-પુત્રી સામે સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે.