સિહોર ડિવિઝન હેઠળના પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા 2.34 કરોડ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયો. કોર્ટના આદેશ બાદ સિહોર નજીક સાગવાડી પાસે ડુંગરના ગાળામાં આ કાર્યવાહી થઈ. પોલીસે આપેલી માહિતી મુજબ, સિહોર, સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર અને ધોળા રેલવે પોલીસ સ્ટેશને 146 અલગ-અલગ ગુનાઓમાં કુલ 67,713 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. તેની કુલ કિંમત 2 કરોડ 34 લાખ 15 હજાર 670 રૂપિયા હતી.
આ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરાયો. આ સમયે સિહોરના SDM અને નાયબ કલેકટર સોનારા, સિહોર મામલતદાર, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ, DYSP દહિયા, PI દેસાઈ, PI ગૌર, PI ભલગારીયા, PI બારડ, PI ચાવડા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

