Gujarat

કેબલ ચોરી કરતી ગેંગના 4 સાગરીતો ઝડપાયા

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં આવેલા ટ્યુબવેલ માંથી રાત્રિ દરમિયાન કેબલ વાયર ચોરી કરતી સક્રિય ગેંગનો મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી કેબલ વાયર, મોટરસાઇકલ અને મોબાઇલ સહિત કુલ 1,36,840નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીથી વિસનગર શહેર અને લાડોલ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા કેબલ ચોરીના બે અણઉકેલાયેલા ગુનાઓનો ઉકેલ આવ્યો છે.

છેલ્લા બે મહિના દરમિયાન મહેસાણા જિલ્લાના સીમ વિસ્તારોમાં બોરની ઓરડીના તાડા તોડી અથવા ખુલ્લા કેબલ વાયરો કાપી ચોરી થવાના બનાવો વધતાં પીઆઈ એ.એમ. કામળીયાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

કેબલ ચોરી કરતી ગેંગના 4 સાગરીતો ઝડપાયા દરમિયાન વિસનગર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સોર્સિસના આધારે LCB ટીમે ગોઠવા ગામના રાકેશજી ઉર્ફે રાકો લાલાજી ઠાકોર, અર્જુનજી ઉર્ફે જોની દીપકજી ઠાકોર, બીપીનજી અજમલજી ઠાકોર અને પ્રકાશભાઇ બળદેવભાઇ વાઘરીની અટકાયત કરી હતી.

26 મીટર કેબલ વાયર સહિત 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ સ્વીકાર્યું હતું કે, તેઓ તેમના અન્ય એક સાથીદાર સાગરજી ગણપતજી ઠાકોર (રહે. ગોઠવા) સાથે મળીને રાત્રિના સમયે મોટરસાઇકલ પર સીમ વિસ્તારોમાં જઈ કેબલ વાયરની ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 26 મીટર કેબલ વાયર, કેબલના ટુકડા, બળેલા વાયરનું ગુંચળું, 12 હજારની કિંમતના 3 મોબાઇલ અને 50 હજારની મોટરસાઇકલ જપ્ત કરી છે.