Gujarat

રાજકોટમાં 5 વર્ષમાં 43 બાળલગ્ન અટકાવાયાં

સમાજમાંથી બાળલગ્ન જેવા કુરિવાજને નાબૂદ કરવા ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા ‘બાળલગ્ન-મુક્ત ભારત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં બાળલગ્ન જેવી સામાજિક બદી સામે સમાજ સુરક્ષા વિભાગની કચેરી સક્રિયતાથી કામ કરી રહી છે. આ કચેરી દ્વારા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં કુલ 43 બાળલગ્ન અટકાવવામાં આવ્યાં છે અને ચાર કિસ્સામાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

વર્ષ 2022-23માં 11 બાળલગ્ન અટકાવવામાં આવ્યાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં વર્ષ 2022-23માં 11 બાળલગ્ન અટકાવવામાં આવ્યાં હતા. આ વર્ષ દરમિયાન મળેલી વિવિધ ફરિયાદોની તપાસમાં પાંચ ફરિયાદો ખોટી હોવાનું સામે આવ્યું હતું. એક કિસ્સો અન્ય જિલ્લામાં તબદીલ કરવામાં આવ્યો હતો અને એક કિસ્સામાં માત્ર સગાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

2024-25માં કચેરી દ્વારા 6 બાળલગ્ન અટકાવવામાં આવ્યાં જ્યારે વર્ષ 2023-24માં 15 બાળલગ્ન અટકાવવામાં આવ્યાં હતાં. જોકે તપાસ દરમિયાન એક ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું હતું. એક કિસ્સામાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એક કિસ્સામાં માત્ર સગાઈ થઈ હોવાનું નોંધાયું હતું. વર્ષ 2024-25માં કચેરી દ્વારા 6 બાળલગ્ન અટકાવવામાં આવ્યાં હતાં. જ્યારે 2 કિસ્સામાં કાયદેસર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પાંચ વર્ષ દરમિયાન કુલ 43 બાળલગ્ન અટકાવવામાં આવ્યા વર્ષ 2025-26માં 8 બાળલગ્ન અટકાવવામાં આવ્યાં હતાં અને એક કિસ્સામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બે ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું હતું. વર્તમાન વર્ષ 2026-27માં અત્યાર સુધીમાં ત્રણ બાળલગ્ન અટકાવવામાં આવ્યાં છે. આમ રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 43 બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે અને સગાઈના બે કિસ્સાઓમાં વાલીઓને સમજણ આપવામાં આવી છે.