Gujarat

ધોળા ગામમાંથી જુગારની બાજી માંડી બેસેલા 5 શખ્સ ઝડપાયા

ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ધોળા ગામની સીમમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમી રહેલા 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.11,390ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા આ 5 શખ્સ રંગેહાથ પકડાયા પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ જ્યેન્દ્રસિંહ મુળુભા ગોહીલ (ઉં.વ. 72, રહે. ટીંબી), મનસુખ ભીખાભાઈ ભીગરાડીયા (ઉં.વ. 65, રહે. ધોળા), મગન જેરામભાઈ ભીગરાડીયા (ઉં.વ. 63, રહે. ટીંબી), હસુ પટેલ (ઉં.વ. 52, રહે. ધોળા) અને વિનોદ ખીમજીભાઈ નાવડીયા (ઉં.વ. 62, રહે. ધોળા) તરીકે થઈ છે. આ તમામ શખ્સો ઉમરાળા તાલુકાના રહેવાસી છે અને જાહેર જગ્યામાં ગોળ કુંડાળું વળીને પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમતા રંગેહાથ પકડાયા હતા.