Gujarat

કુંભારવાડાના રામદેવનગર પાસે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

બોરતળાવ પોલીસ સ્ટેશન ના પોલીસ મથકના જવાનોઓ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન કુંભારવાડા નારી રોડ રામદેવનગર પાસે શેરી પાસે જાહેર જગ્યામાં જુગાર રમતા 5 શખ્સો ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનો વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, કુંભારવાડા નારી રોડ રામદેવનગર શેરી નંબર 2 પાસે જાહેર જગ્યામાં કેટલાક ઈસમો પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમે છે જે માહિતી આધારે પોલીસ જવાનોએ રેઈડ કરતા 5 શખ્સોને ગોળ કુંડાળું વળીને જુગારની બાજીમાં મગ્ન મળી આવી હતી, જેમાં પ્રવીણ ઉર્ફે ડોજીયો ગગજીભાઈ મકવાણા ઉ.મ.31, નરેશ ગીધાભાઈ બારૈયા ઉ.મ.32, પ્રવીણ ધારાશીભાઈ કાનાણી ઉ.મ.40, પ્રતાપ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ કામ્બડ ઉ.મ.26, કિશન ઉર્ફે લૂંગીવાળો ચંદુભાઈ કાનાણી ઉ.મ.30 રહે.તમામ કુંભારવાડા વાળાઓ પાસેથી જુગાર ના પટ માં પડેલ રોકડા રૂપિયા રૂ.4180 તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.