બગુમરા સાંઈકુટીર સોસાયટીમાંથી ૩૫ વર્ષીય રિક્ષાચાલક સુનિલભાઈ ધ્રુપરાજ શુકલા ગુમ થયા છે. ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૬:૩૦ વાગ્યે પોતાની બજાજ કંપનીની ઓટો રિક્ષા નંબર GJ-05-CZ-7655 લઈને ભાડું મારવા નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યા નથી.
સુનિલભાઈ મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની છે. પરિવારજનોએ શોધખોળ કરી, પણ ભાળ ન મળતાં ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સાંજે ૭:૩૦ વાગ્યે પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ નંબર ૩૫/૨૦૨૬ હેઠળ નોંધ કરાવી છે.

પલસાણા પોલીસના એ.એસ.આઈ. ચન્દ્રદિપભાઈ તપાસ કરી રહ્યા છે. ગુમ થયેલા સુનિલભાઈએ કથ્થઈ રંગનું ટી-શર્ટ, કાળા રંગનું લોઅર પેન્ટ અને ચપ્પલ પહેર્યા હતા. તેમની ઊંચાઈ ૫ ફૂટ ૮ ઈંચ છે.

