સુરત જિલ્લામાં ‘કિસાન સૂર્યોદય યોજના’ની ૧૦૦% કામગીરી પૂર્ણ, સમગ્ર રાજ્યમાં ૮૫% થી વધુ ગામોમાં સિંગલ શિફ્ટમાં દિવસે વીજળી
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન કતારગામના ધારાસભ્યશ્રી વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં માનનીય ઊર્જા મંત્રીશ્રીએ રાજ્ય સરકારની ખેડૂતલક્ષી ‘કિસાન સૂર્યોદય યોજના‘ અંગે મહત્વપૂર્ણ માહિતી રજૂ કરી હતી. મંત્રીશ્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ૧૦૦% કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે તેમજ સમગ્ર રાજ્યમાં પણ આ યોજના હેઠળ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ?
ખેડૂતોની માંગણીને સંતોષવા ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મુકવામાં આવી છે, જેનો શુભારંભ માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા તા. ૨૪.૧૦.૨૦૨૦ના રોજ કરવામાં આવેલ.
ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ખેડૂતો માટે મહત્વનો ર્નિણય:
આ ઉપરાંત મંત્રીશ્રીએ ખેડૂતોના હિતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જે વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે અને પાકને બચાવવા પિયતની વધુ જરૂરિયાત છે, તેવા વિસ્તારોમાં જ્યાં માંગણી કરવામાં આવેલ છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ૨ કલાક વધુ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
સુરત જિલ્લામાં યોજનાની ઐતિહાસિક સિદ્ધિઓ:-
તા. ૩૧.૦૭.૨૦૨૬ ની સ્થિતિએ સુરત જિલ્લાના ખેતીવાડી વીજ જાેડાણ ધરાવતા તમામ ૬૯૭ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેના થકી જિલ્લાના કુલ ૬૩,૯૮૩ ખેતીવાડી વીજ ગ્રાહકોને (ખેડૂતોને) હાલમાં દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે.
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સુરત જિલ્લાના ખેતીવાડી ફીડર ધરાવતા તમામ ૮૧ સબ-સ્ટેશનો અને ૨૧૬ ખેતીવિષયક વીજ ફીડરોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, સુરત જિલ્લામાં આ યોજના હેઠળ આવરી લેવાની શરૂઆત ડિસેમ્બર ૨૦૨૦થી કરવામાં આવી હતી અને વીજ કંપનીઓની ઝડપી કામગીરીને પગલે માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં (ઓગસ્ટ ૨૦૨૧માં) જ તમામ ગામોને આ યોજના હેઠળ આવરી લેવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી.
માળખાગત સુવિધાઓ અને થયેલો ખર્ચ (સુરત જિલ્લો):
ર્ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સુરત જિલ્લામાં ખેડૂતોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજળી મળી રહે તે માટે સુરત જિલ્લામાં ટ્રાન્સમિશન નેટવર્કનું વ્યાપક સુદૃઢીકરણ કરવામાં માટે ૬૬ કે.વી.ની ૨૨૭.૯૬ સર્કિટ કિ.મી. લંબાઈ ધરાવતી કુલ ૨૨ નવી લાઈનો અને ૬૬ કે.વી. ક્ષમતાનું ૧ નવું સબ-સ્ટેશન (રૂંગટા સબસ્ટેશન)ના નિર્માણની કામગીરી પાછળ કુલ રૂ. ૩૫૧.૦૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ર્ આ ઉપરાંત, ખેડૂતોને વધુ સુરક્ષિત વીજ પુરવઠો મળી રહે તે માટે, ૮૦૭.૪૦ સર્કિટ કિ.મી. ખુલ્લા વીજ વાયરોને એમ.વી.સી.સી. (સ્ફઝ્રઝ્ર) કેબલમાં બદલવા માટે રૂ. ૫૮.૫૦ કરોડનો ખર્ચ થયો છે.
ર્ સુરત જિલ્લામાં સિંગલ શિફ્ટમાં દિવસે વીજળી આપવા માટે નવી ટ્રાન્સમિશન લાઈનો અને સબસ્ટેશનોના સુદ્રઢીકરણની કામગીરી જુલાઈ ૨૦૨૬માં પૂર્ણ થઈ ગઈ છે.
કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને થતા ફાયદા:
ર્ કિસાન સૂર્યોદય યોજના” એ માત્ર વીજ વિતરણની વ્યવસ્થા નથી, પરંતુ રાજ્યના જગતના તાતને રાત્રિના અંધકાર, હિંસક વન્યજીવોના ભય અને હાડ થીજવતી ઠંડીના કષ્ટોમાંથી કાયમી મુક્તિ અપાવતું એક ઐતિહાસિક પગલું છે.
ર્ દિવસે વીજળી મળવાથી શ્રમિકોની સરળ ઉપલબ્ધતા શક્ય બની છે અને ડ્રિપ કે સ્પ્રિંકલર જેવી આધુનિક સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓનો સચોટ ઉપયોગ વધ્યો છે.
ર્ આ યોજનાના સુઆયોજિત માળખા થકી દિવસ દરમિયાન ઉત્પન્ન થતી સૌર ઊર્જાનો (ર્જીઙ્મર્ટ્ઠિ ઁુીિ) મહત્તમ ઉપયોગ શક્ય બન્યો છે, જેનાથી પાવર ગ્રીડ પરનું રાત્રિનું ભારણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે.
ર્ આમ, સુદ્રઢ ગ્રીડ મેનેજમેન્ટ, મહિલા ખેડૂતોની સક્રિય ભાગીદારી અને સૌર ઊર્જાના શ્રેષ્ઠ સમન્વય થકી આ યોજના રાજ્યના કૃષિ વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહી છે.
મંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈ માટે માત્ર દિવસે જ વીજળી પૂરી પાડવા માટેની સમગ્ર દેશમાં આ પ્રકારની સૌપ્રથમ અને ઐતિહાસિક યોજના ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી છે, જે અન્ય રાજ્યો માટે પણ આજે રોલ મોડેલ બની ગઈ છે.

