આગામી ૧૦ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિનામૂલ્યે નોંધણી થઈ શકશે
રાજ્યના ખેડૂતોને તેમની ઉત્પાદિત જણસીઓના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખરીફ સીઝન ૨૦૨૬-૨૭ માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે.
આ અંગે વિગતો આપતા કૃષિ મંત્રીશ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતો આ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે આવતીકાલ તા. ૧૦-૦૯-૨૦૨૬ થી આગામી તા. ૦૯-૧૦-૨૦૨૬ એટલે કે એક મહિના સુધી નોંધણી કરાવી શકશે. ફાર્મર્સ રજીસ્ટ્રેશન (ફાર્મર આઈડી) ધરાવતા ખેડૂતોનું આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઈ-ગ્રામ કેન્દ્રો પર ફઝ્રઈ/ફન્ઈ મારફતે વિનામૂલ્યે નોંધણી કરવામાં આવશે.
ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવા માટે ભારત સરકારની ‘પી.એમ. આશા’ (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના હેઠળ આ ર્નિણય લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે મગફળીના રૂ. ૭,૫૧૭ પ્રતિ ક્વિન્ટલ, મગના રૂ. ૮,૭૮૦ પ્રતિ ક્વિન્ટલ, અડદના રૂ. ૮,૨૦૦ પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીનના રૂ. ૫,૭૦૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતો પોતાની સુવિધા મુજબ બે રીતે નોંધણી કરાવી શકે છે:-
૧. ખેડૂત પોતે પોતાના સ્માર્ટફોનથી ખ્તદ્ઘકિ.ટ્ઠખ્તિૈજંટ્ઠષ્ઠા.ર્ખ્તદૃ.ૈહ પોર્ટલ પર જઈને અથવા ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત‘ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.
૨. ગામના ફઝ્રઈ, ફન્ઈ ઓપરેટર, ઝ્રજીઝ્ર સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે જઈને નોંધણી કરાવી શકે છે.
ફાર્મર્સ રજીસ્ટ્રેશન હેઠળ આવરી લીધેલ સર્વે નંબરનો વિસ્તાર નોંધણી માટે ધ્યાને લેવાશે, તેથી ખેડૂતોને પોતાના તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવી લેવા વિનંતી છે. ખેત જણસીઓની ચૂકવણી સીધી આધાર સીડેડ બેંક ખાતામાં ડ્ઢમ્ મારફત કરવામાં આવતી હોવાથી, તમામ ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટ ફરજિયાત આધાર સીડીંગ કરાવી એક્ટિવ રાખવા અનુરોધ કરાયો છે જેથી નાણાકીય ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય.
કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ મગફળી, મગ, અડદ અને સોયાબીન પકવતા ખેડૂત ભાઈઓને સમયસર નોંધણી કરાવી આ યોજનાનો મહત્તમ લાભ લેવા આહ્વાન કર્યું છે.

