Gujarat

દુકાનેથી નીકળ્યા બાદ ડ્રાય ક્લીનર્સના વેપારી રહસ્યમય સંજોગોમાં ગુમ

વડોદરા શહેરમાં દુકાનેથી કામ પતાવીને આવવાનું કહી નીકળેલા ડ્રાય ક્લીનર્સના વેપારી છેલ્લા 6 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. પરિવારજનોએ સગાં-સંબંધીઓ સહિત વિવિધ સ્થળોએ શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. આખરે પત્નીએ અજાણ્યા શખ્સ દ્વારા લાલચ આપી પતિનું અપહરણ કરી લઈ જવાયાની આશંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ફતેપુરાના વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સલીમ શેખ(નામ બદલ્યું છે) ડ્રાય ક્લીનર્સ’ નામની દુકાન ચલાવી વેપાર કરે છે. ગત 14 નવેમ્બરના રોજ તેઓ રાબેતા મુજબ દુકાને ગયા હતા. બપોરે આશરે બે વાગ્યે તેમના ભાઈની શેખને કામ પતાવીને આવું તેમ કહી દુકાનેથી નીકળ્યા હતા. જોકે, ત્યારબાદ તેઓ પરત દુકાને આવ્યા નહોતા.

સાંજ સુધી પતિ ઘરે નહીં આવતાં પત્નીએ દિયરનો સંપર્ક કર્યો હતો. દિયરે પણ તેમના ભાઈ દુકાનેથી નીકળ્યા બાદ પરત આવ્યા ન હોવાનું જણાવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. પરિવારજનોએ સગાં-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી.