Gujarat

કરજણના જૂની સાયર ગામના શખસે ફેસબુક પર જાહેરાતની લાલચે 1.6 લાખ ગુમાવ્યા

સોશિયલ મીડિયા ઉપર આવતી જાહેરાતોને જોઈને કેટલાય લોકો લાલચમાં આવી જઈ લાખોની મત્તા ગુમાવે છે. આવો જ એક કિસ્સો વડોદરાના વલણ પોલીસ મથકની હદમાં બન્યો છે. જેમાં 5ની જૂની નોટ બદલ સત્તર લાખ રૂપિયા લેવાની લાલચમાં કરજણ તાલુકાના એક વ્યક્તિ રૂ. 1 લાખ ઉપરાંતના સાયબર ફ્રોડમાં ફસાયા છે. તેઓ પાસે રૂ. 5ની બે જૂની નોટ હતી જેના બદલામાં 34 લાખ મેળવવાની લાલચે તબક્કાવાર રૂ. 1.6 લાખ ગુમાવ્યા હતા. આ અંગે વલણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

‘રૂ. 5ની જૂની 1 ચલણી નોટના બદલામાં 17 લાખ મેળવો’ કરજણ તાલુકાના જૂની સાયર ગામ ખાતે રહેતા અને ખેતી કામ સાથે સંકળાયેલા 42 વર્ષીય મહેન્દ્ર માછી 15 દિવસ અગાઉ મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યા હતા દરમિયાન ફેસબુકમાં એક જાહેરાત જોઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે રૂ. 5ની જૂની 1 ચલણી નોટના બદલામાં રૂ. 17 લાખ મેળવો. આ રીલ્સ જોઈ મહેન્દ્રભાઈના મનમાં લાલચ જાગી હતી અને સ્ક્રીન ઉપર આવેલા મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ કરીને ફોટા મોકલ્યા હતા અને પોતાની પાસે રૂ. 5ની બે જૂની ચલણી નોટો હોવાનું જણાવ્યું હતું.

પાર્સલની ફી પેટે પ્રથમ 750 ભરાવ્યા મહેન્દ્રભાઈ માછીએ વોટ્સએપ કર્યા બાદ 6 ઓક્ટોબરના રોજ તેઓના મોબાઈલ ઉપર એક વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં સામેથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમારી પાસે રૂ. 5 ની જે બે જૂની ચલણી નોટ છે તે અમારો માણસ લેવા આવશે અને તમને રૂ. 34 લાખનું પાર્સલ આપશે. જેની ફી પેટે તમારે રૂ. 750 ભરવા પડશે. અને તેઓના મોબાઈલ ઉપર ક્યુઆર કોડ મોકલી આપવામાં આવ્યો. જેમાં મહેન્દ્રભાઈએ રૂ. 750 જમા કરાવી દીધા હતા.