ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે ‘યુવા સંગમ ફેઝ-VII’ પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત ગુજરાતને પંજાબ સાથે જોડવામાં આવ્યું છે. આગામી 10 થી 16 ઓક્ટોબર દરમિયાન ચંદીગઢથી 40 યુવાનોનું એક જૂથ ગુજરાતની મુલાકાતે આવશે.
આ મુલાકાતમાં યુવાનો ગુજરાતની સંસ્કૃતિ, ઇતિહાસ, નવાચાર અને વિકાસલક્ષી પહેલોને જાણશે. કાર્યક્રમના નોડલ અધિકારી પ્રો. અંતનું મહાપાત્રએ જણાવ્યું કે, તેમને ઓર્ગેનિક હાઉસ, વેસ્ટ મેનેજમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી બતાવવામાં આવશે.

યુવાનોને ગુજરાતી ભાષા અને પરંપરાગત રમતોની તાલીમ પણ અપાશે. દરરોજ યોગ તાલીમનું પણ આયોજન છે. આ પહેલનો હેતુ વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે સમજણ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રાષ્ટ્રીય એકતા વધારવાનો છે. આ કાર્યક્રમ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મદદ કરશે.

