Gujarat

પાદરામાં ખાનગી કંપનીમાં ગળાફાંસો ખાધો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરાના પાદરા તાલુકામાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતા એક યુવાન એન્જિનિયરે આપઘાત કરી લીધો છે. યુવકે કંપનીના પ્રોજેક્ટ સ્ટોર એરિયા રૂમમાં અગમ્ય કારણોસર ફાંસો ખાધો હતો. સ્ટાફને જાણ થતાં તેણે હોસ્પિટલમાં ખસેડાતા ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઈ વડું પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મૂળ છોટાઉદેપુરના યુવકે ફાંસો ખાધો આ યુવકનું નામ પીયુષભાઇ પરષોતમભાઇ રાઠવા (ઉ.વ.26, ધંધો-નિવૃત, રહે.હાલ મકાન નંબર એ 10 જનકપુરી સોસાયટી કરોડીયા ગોરવા વડોદરા, મુળ રહે.શીવજીપુરા, નીશાળ ફળીયુ તા.બોડેલી જી.છોટાઉદેપુર) હોવાનું સામે આવ્યું છે. મૃત્દેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં આત્મહત્યાનું સાચું કારણ જાણવા મળ્યું નથી.