અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતે ગીનાલેન પાડીવાન લીમોનને 4 સાહેદ અને 35 પુરાવાને આધારે 20 વર્ષની સખત કેદ અને કુલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ફિલિપાઇન્સની મહિલા 2 કિલો હેરોઇન મળ્યું હતું કેસને વિગતે જોતા વર્ષ 2024માં ફિલિપાઇન્સની મહિલા આરોપી ગીનાલેન પાડીવાન લીમોન સામે ઇમિગ્રેશન વિભાગ દ્વારા લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઇને અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન વિભાગે તેને રોકી હતી. તેની બેગ ચેક કરતા તેની બેગમાંથી 2.121 કિલો જેટલું હેરોઇન મળી આવ્યું હતું. જેથી તેની સામે NDPS એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી કોર્ટે નોંધ્યું હતું કે, યુવાધન ડ્રગ્સના રવાડે બરબાદ થઈ રહ્યું છે, જેની અસર તેમના કુટુંબો ઉપર પણ પડી રહી છે. આરોપી વિદેશી નાગરિકે ભારતમાં કોમર્શિયલ ક્વોન્ટિટમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરી છે. ત્યારે વિશ્વમાં દાખલો બેસે તેવી સજા કરવી જરૂરી છે. આથી આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવે છે.

