અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, પોરબંદર દ્વારા GCASની ખામીઓ અને વિદ્યાર્થીઓ પર થતી અન્યાયી નીતિઓના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ફુવારા સર્કલ ખાતે પ્લેકાર્ડ સાથે કાર્યકરો એકત્રિત થયા હતા અને GCAS સામે નારાબાજી કરી હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે અને તેને સુધાર્યા વગર સ્વીકાર્ય નથી.
GCASની ખામીઓ દૂર કરી તાત્કાલિક સુધારા કરવાની માંગ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો GCASમાં તાત્કાલિક સુધારા કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે.

