Gujarat

ઉછીના રૂપિયા માંગતા યુવકને ધમકી મળી, એસિડ પીધું

ધ્રાંગધ્રાના મોચીવાડ વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા સમીર મુલતાનીને ધમકી મળી હતી. ત્યારબાદ તેણે એસિડ પી લીધું. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, મોચીવાડમાં રહેતા સમીર અનાવરભાઈ મુલતાનીએ મિત્ર આસિફ મહેબુબભાઈ દિવાનને રૂ. 1.20 લાખ ઉછીના આપ્યા હતા. સમીરને નાણાંની જરૂર પડતાં આસિફે રૂ. 50 હજાર પરત આપ્યા હતા. બાકીના રૂ. 80 હજાર બે-ત્રણ દિવસમાં આપવાનું કહ્યું હતું. જોકે, સમય વીતી જવા છતાં બાકીના રૂપિયા મળ્યા નહોતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આસિફ દિવાન, રમજાન મહેબુબભાઈ ફકીર અને ઇમ્તિયાઝ ચાંદસા ફકીરે સમીર પાસે વધુ રૂ. 50 હજાર માંગ્યા હતા. તેમણે સમીરને તેની પત્ની પાસે ઝેરી દવા પીવડાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. ધમકીથી ડરીને સમીર ઘરે ગયો હતો અને ત્યાં એસિડ પી લીધું હતું. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમીરે ત્રણેય સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.