Gujarat

રાજકોટમાં ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રા યોજી

રાજકોટમાં ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હેઠળ પદયાત્રા યોજી હતી. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ પણ ભાગ લીધો હતો.પદયાત્રામાં ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે હાજર રહ્યા હતા. રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા.

ભાજપે જણાવ્યું હતું કે અભિયાનનો હેતુ લોકશાહી મૂલ્યો અંગે જનજાગૃતિ લાવવાનો અને રાજકીય તથા સામાજિક ક્ષેત્રે જવાબદારીપૂર્વક વર્તવાનો સંદેશ આપવાનો છે. પદયાત્રા દરમિયાન પક્ષના આગેવાનો અને કાર્યકરોએ લોકશાહી વ્યવસ્થા જાળવવા તથા બંધારણીય સંસ્થાઓનું સન્માન કરવા અંગે વાત કરી હતી.

આ પ્રસંગે ભાજપના આગેવાનોએ વિપક્ષની રાજકીય કામગીરી અંગે આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અરાજકતા ફેલાવવાના પ્રયાસો સામે જનજાગૃતિ અને લોકશાહી મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા જરૂરી છે. પક્ષે નાગરિકોને લોકશાહી વ્યવસ્થાને મજબૂત કરવા જાગૃત રહેવા અપીલ કરી હતી.