લાલ સમુદ્રમાં યમનના હોડેઇડાહ નજીક ભારતીય ધ્વજ ધરાવતા સલાયાના માલવાહક જહાજ પર આંતકી જુથ હુથી દ્વારા હુમલો થયાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં માલવાહક જહાજ સાથે નામ વિનાની બોટ અથડાવી હુમલો કરાયો હતો. યમન સરકારના જણાવ્યા મુજબ આ આત્મઘાતી હુમલો હુથી વિદ્રોહી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે.
વિસ્ફોટ બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હત, જોતજોતામાં જહાજ સમુદ્રમાં અંદર ગરકાવ થઈ ગયું હતું.યમન કોસ્ટ ગાર્ડે સલાયાના તેર અને યમનના એક સહિત તમામ 14 ક્રુ મેમ્બર્સ સુરક્ષિત રીતે રેસ્કયુ કરી મોચા પોર્ટ પહોચાડયા છે.
યમન નજીક લાલ સમુદ્રમાં હોડેઇડાહ પોર્ટ નજીક ચોથી ઓગષ્ટના બપોરે એમએસવી ફેઝ નૂરે ઓલિયા નામના ભારતીય ધ્વજ ધરાવતા સલાયાના માલવાહક જહાજ સાથે વિસ્ફોટકો ભરેલી નામ વગરની બોટ અથડાવી ભિષણ હુમલો કરવામાં આવ્યાનો બનાવ બહાર આવ્યો છે. યમન સરકારના જણાવ્યા મુજબ આ આત્મઘાતી હુમલો હુથી વિદ્રોહી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે.વિસ્ફોટ બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નિકળતા જોતજોતામાં જહાજ સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું.

