Gujarat

મેઘપર પાસે 80 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારી

જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં જામનગર-ખંભાળિયા હાઈવે પર એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની છે. આ અકસ્માતમાં જોગવડ ગામના 80 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જોગવડ ગામના કરશનભાઈ જેઠાભાઈ પરમાર (ઉં.વ. 80) રાત્રિના સમયે ભંગાર વીણવા માટે જઈ રહ્યા હતા.

દરમિયાન એક અજાણ્યા વાહનચાલકે તેમને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક કોઈ પણ પ્રકારની મદદ કર્યા વગર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.